ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં કર્મસાગરસૂરિના શિષ્ય. ‘નયપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૧), ૮ ઢાળ અને ૬૪૩ કડીના ‘અંજના સુંદરી-રાસ/અંજનાસુંદરી-પવનજયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, શ્રાવણ સુદ ૫, મંગળવાર), ૯ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ તથા ૬ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. આલિસ્ટઑઇ : ૨, ૫. કૅટલૉગપુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]