ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂર્ણપ્રભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૂર્ણપ્રભ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં શાંતિકુશલના શિષ્ય. ૩ ખંડ અને ૬૧૬ કડીની ‘પુણ્યદત્તસભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, કારતક દિવાળી ૧૩-), ૨૫ ઢાળની ‘ગજસુકુમાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬, પોષ સુદ ૨, ગુરુવાર), ૭ ઢાળ અને ૧૧૭ કડીની ‘શત્રુંજય-રાસ’ (ર.ઈ.૧૭૩૪/સં.૧૭૯૦, ફાગણ વદ ૮, મંગળવાર) તથા ૪ ખંડ ને ૭૬૨ કડીની રાત્રિભોજનને વિષય કરતી ‘જયસેનકુમાર-પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, કારતક દિવાળી૧૩,-) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]