પૃથ્વીચંદ્ર [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા.