ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પોઠો-પોડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પોઠો/પોડો [ઈ.૧૭૧૭ સુધીમાં] : જ્ઞાતિએ બારોટ કવિ. તેમની મહાભારતના ‘અશ્વમેધપર્વ’ પરથી રચાયેલી ૮ કડવાંની ‘સુધન્વાખ્યાન’(મુ.) તથા ૮ કડવાંની ‘મોરધ્વજાખ્યાન’ (લે.ઈ.૧૭૧૭; મુ.) એ ૨ ભક્તિપ્રધાન આખ્યાનકૃતિઓ મળે છે. તેમણે ‘મોરધ્વજ-આખ્યાન’માં કેટલાક સંસ્કૃત શ્લોક ઉદ્ધૃત કર્યા છે. વળી કાવ્યને અંતે પણ તેમણે સંસ્કૃત શ્લોક ગૂંથ્યો છે. આ ઉપરથી તેઓ સંસ્કૃતજ્ઞ હોવાનું અનુમાન થયું છે. કૃતિ : બૃકાદોહન : ૬, ૮. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]