ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમચંદ-૩ [                ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ જો તપગચ્છના વિજયદયાસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૫૩) હોય તો આ પ્રેમચંદ તપગચ્છના ઠરે. સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]