ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીખાભાઈ-ભીખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીખાભાઈ/ભીખો [આશરે ઈ.૧૭૯૪ સુધીમાં] : પ્રેમદાસની પરંપરામાં પ્રભુરામ (ઈ.૧૭૯૪ સુધીમાં)ના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિના કવિ. તેમની કવિતામાં ભાવની કોમળતા અનુભવાય છે. આ કવિએ હિંદી તથા ગુજરાતીમાં પદો (૬ મુ.)ની રચના કરી છે. મનને શિખામણ આપતાં પદ પણ તેમણે રચ્યાં છે. કૃતિ : ૧. અસંપરંપરા; ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [કી.જો.]