ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિહંસ
Jump to navigation
Jump to search
મતિહંસ [ઈ.૧૬૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. તિલકહંસની પરંપરામાં તત્ત્વહંસના શિષ્ય. ૧૧ કડીની ‘પજુષણની સઝાય’(મુ.), ૫૧ કડીની ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, આસો સુદ ૮; મુ.) તથા ૭/૮ કડીની ‘પાર્શ્વનાથની આરતી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. સઝાયમાલા (પં.); ૪. સઝાયમાલા(જા); ૫. સલોકાસંગ્રહ; ૧, શા. કેશવલાલ સવાભાઈ, ઈ.૧૯૧૨; ૬. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]