ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહંમદ કાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહંમદ(કાજી) [                ] : મુસ્લિમ કવિ. બાબા દીનદરવેશના શિષ્ય. પ્રેમલક્ષણા ભક્તિની અસર ઝીલતા હિંદીમાં રચાયેલા વિરહભાવના ‘મહિના’(મુ.) તથા અધ્યાત્મરંગી ગુજરાતી પદો (૩ પદ મુ.) તેમને નામે મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ૧૯૫૭; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. ઈ.૧૮૮૪; ૩. નકાસંગ્રહ; ૪. પ્રાકાવિનોદ : ૧; ૫. ભજનસાગર : ૨; ૬. સતવાણી; ૭. સોસંવાણી. સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, કુ. ભૂલિકા જી. ત્રિવેદી. [કી.જો.]