મહાદેવ-૧ [ઈ.૧૫૭૨માં હયાત] : કચ્છ-ભૂજના વતની. ‘ગીત-ગોવિંદ’ (ર.ઈ.૧૫૭૨) તથા ‘રસમંજરી’ના અનુવાદ એમણે કર્યા છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો; ૩. સાહિત્ય, ઓક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’; ૪. ગૂહાયાદી. [કી.જો.]