ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માધવદાસ-૫ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખતે તેઓ વિદ્યમાન હતા એમ નોંધાયું છે. નાના માધવદાસ તરીકે સંપ્રદાયમાં જાણીતા આ કવિએ ગોકુલેશ પ્રભુના ભક્તોની નામાવલિ અને બીજાં ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. ગોપ્રભકકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]