ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મામલિયા સામલિયા-સુત
Jump to navigation
Jump to search
મામલિયા/સામલિયા-સુત : ‘મસ્તકપૂજા’(મુ.)ના કર્તા. ભવાઈના ‘કજોડાનો વેશ’માં આ પ્રસંગ મળે છે. વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખને લીધે મસ્તકપૂજા કરી એવો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગકથા અલગ હસ્તપ્રત રૂપે પણ ઉપલબ્ધ થાય છે. મુદ્રિત પ્રસંગકથામાં ક્યાંક કૃતિના કર્તા તરીકે મામલિયાસુત ભાણજીનું નામ મળે છે, પરંતુ અન્યત્ર વીરમદે એવું કર્તાનામ પણ મળે છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’માં મામલીઆસુત ભીમને નામે આ કૃતિ નોંધાયેલી છે. કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ઘ. મુનશી, ઈ.-; ૩. ભવાઈના વેશની વાર્તાઓ, સં. ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]