ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૧
Jump to navigation
Jump to search
મુકુન્દ-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચના તેમણે કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[ર.સો.]