ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેણ [                ] : બનાસકાંઠામાં રાધનપુરની બાજુમાં આવેલા વારાઈ ગામના રહીશ. કવિ ઈ.૧૭૪૪ આસપાસ થયા હોવાની માહિતી મળે છે. તેઓ મુખ્યત્વે વંશાવળીઓ લખવાનું, મીઠા સાદે તે વંશાવળીઓને બોલવાનું તથા તેમને સાચવવાનું કામ કરતા હતા. તેમણે ભજન, છપ્પા તથા કવિત (૭મુ.)ની રચના કરી છે. તમના છપ્પા હરિજનોના મામેરા અને છાબના પ્રસંગે ગવાય છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.).[કી.જો.]