ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુલાભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુલાભ [ઈ.૧૬૪૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિનયલાભના શિષ્ય. ૩૦૩ કડીના ‘ચંદ્રલેખાસતી-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, માગશર વદ ૮, ગુરુવાર)ના કર્તા. કૃતિને અંતે ‘મુનિ મહાવજી કહિ’ એવી પંક્તિ છે, તેમાં ‘મુનિ મહાવજી’ કર્તાનું અપરનામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨; ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]