ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુસુંદર ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચનાચાર્ય રત્નમૂર્તિના શિષ્ય. કુશળ બાલાવબોધકાર. ૫૪૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન/શત્રુંજય-સ્તવન-બાલાવબોધ/શત્રુંજયમંડનશ્રીયુગાદિદેવ-સ્તવન પરનો વાર્તારૂપ બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૨), જયકીર્તિસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૭૭૫૫ ગ્રંથાગ્રનો ‘શીલોપદેશમાલા-પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૯), ‘ષડાવશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૫૨૫, વૈશાખ સુદ ૫), ગુજરાતી આલંકારિક સોમપુત્ર વાગ્ભટકૃત અલંકારગ્રંથ પર ‘વાગ્ભટાલંકાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૯), નંદિષેણકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ‘અજિતશાંતિ-સ્તવન-બાલાવબોધ’, ‘કર્પૂરપ્રકરણ-બાલાવબોધ’, અભયદેવસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૫૦૦ ગ્રંથાગ્રનો ‘પંચનિર્ગ્રંથી સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’, ‘પ્રશ્નોત્તર-પદશતક કિંચિત્ પૂર્ણ’, મલધારી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૮૩૩૪ ગ્રંથાગ્રનો ‘પુષ્પમાલાપ્રકરણ-બાલાવબોધ’, ‘સંબોધસત્તર-બાલાવબોધ’, મુનિ માનતુંગસૂરિકૃત ‘ભક્તામરમહાસ્તોત્ર’ પર ‘ભક્તામરકથા/ભક્તામર-પ્રાકૃતવાર્તાવૃત્તિ/ભક્તામરસ્તોત્રવાર્તારૂપબાલાવબોધ’, ‘ભાવારિવારણ-બાલાવબોધ’, હેમચંદ્રસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ પર ૨૫૦૦ ગ્રંથાગ્રનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ’, બૌદ્ધ વિદ્વાન ધર્મદાસગણિકૃત અલંકારગ્રંથ પર ‘વિદગ્ધમુખમંડન-બાલાવબોધ’, ૧૧૭૬ ગ્રંથાગ્રનો ‘વૃત્તરત્નાકર-બાલાવબોધ’ તથા નેમિચંદ્રકૃત ‘ષષ્ટિશતક’ પરનો ૭૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ(મુ.)-એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં ‘શીલોપદેશમાલા-બાલાવબોધ’ની ર.ઈ.૧૩૫૭ નોંધાઈ છે જે ભૂલ હોવા સંભવ છે. કૃતિ : નેમિચન્દ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ-ત્રણ બાલાવબોધ સહિત, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૫૩ (+સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૨૦; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મસાપ્રવાહ;  ૮. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૨ ૩(૨); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]