ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીરામ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોતીરામ-૨ [                ] : ગોધરા તાલુકાના શિવપુર (શહેરા)ના ચિત્રોડા નાગર બ્રાહ્મણ. પિતા કડુજી. માતા કુશાલબાઈ.તેમનો આયુષ્યકાળ (જ. ઈ.૧૭૮૧/૧૭૮૮ અને અવ. ઈ.૧૮૩૬/૧૮૫૮) નોંધાયો છે. પરંતુ એને કોઈ ચોક્કસ આધાર નથી. તેમણે ‘દાણલીલા’, ‘દ્વાદશ-મહિના’, કેટલાંક પદો અને ગરબીઓ (સર્વ મુ.) તથા ‘ચાતુરીભાવલીલા’, ‘રાસલીલા’ (ગરબીઓ), શૃંગાર અને વૈરાગ્યનાં સો ઉપરાંત પદો, નીતિબોધના છપ્પા, તિથિ, વાર, કુંડળિયા(હિંદી)-એ કૃતિઓની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨ (+સં.), ૩, ૪; ૨. બૃકાદોહન : ૭; ૩. ભજનરત્નાવલી, આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસામધ્ય; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.[ર.સો.]