ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોતીવિજય-૧ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેક મંજરીપ્રકરણવૃત્તિ’ પરના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ચતુરવિજય અને ભક્તિવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલો છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]