ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાઘવદાસ-૨


રાઘવદાસ-૨ [ ] : માતાજીના ભક્ત. ૧૭થી ૧૩૮ કડી સુધીના અંબા અને બહુચરાજીના ગરબા તથા છંદ(મુ.)ના કર્તા.

કૃતિ : દેવીમહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭.
[શ્ર.ત્રિ.]