ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કનકવિજ્યના શિષ્ય. ‘વિજ્યદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો વદ ૨), ૩૦ કડીની ‘અનાથી મુનિની સઝાય’(મુ.) અને ૧૬ કડીની ‘મેતારજમુનિની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ(ન); ૩. સઝાયમાળા(પં). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ: ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]