રાયચંદ-૧ : જુઓ સમરચંદ્રશિષ્ય રાજચંદ્ર-૧.
રાયચંદ-૨ [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. ૮૮ કડીના ‘વિજ્યશેઠ-વિજ્યાસતી-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૨, કારતક સુદ ૫, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]