ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીકલ્લોલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીકલ્લોલ : આ નામે ૨૨/૨૪ કડીની ‘ઉપશમ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘ચૌદબોલનામ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦), ૧૬ કડીનો ‘જ્ઞાનબોધ-છંદ/સારબોલની સઝાય’ (મુ.), ૨૩ કડીની ‘ધન્ના-સઝાય’, ૨૮/૨૯ કડીનો ‘પાર્શ્વનાથ-છંદ’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૬ કડીની ‘વ્યવહાર-ચોપાઈ’, ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૬૩૮) અને ૧૫ કડીની ‘શિખામણ-સઝાય’(મુ.) મળે છે. તેમના કર્તા કયા લક્ષ્મીકલ્લોલ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. જૈન કાવ્યપ્રવેશ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૧૨; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. પ્રાછંદસંગ્રહ; ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. લોંપ્રપ્રકરણ; ૬. સજઝાયમાલા : ૧(શ્રા); ૭ સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]