ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિ


લબ્ધિ : આ નામે ૬/૭ કડીની ‘આત્માને બોધની સઝાય/જીવને શિખામણની સઝાય’(મુ.), ૧૦ કડીની ‘માણકમુનિની સઝાય’(મુ.), ૫૧ કડીની ‘જીવશિક્ષાની સઝય’(મુ.), ૧૧ કડીની ‘જીવહિતની સઝાય’(મુ.), ૧૪૩ કડીની ‘પંદર તિથિની સઝાય’ (મુ.), ૮ કડીની ‘રસનાની/જીભલડીની સઝાય’(મુ.), ૯ કડીની ‘નવે દિવસ કહેવાની સઝાય’(મુ.), ૯ કડીની ‘નવકાર પ્રભાવવર્ણન/નોકારવાલીની સઝય’(મુ.), ૧૭ કડીની ‘સ્થૂલિભદ્ર-ભાસ/સ્થૂલિભદ્રની સઝાય’(મુ.), ૧૨ કડીની ‘ધન્નાશાલિભદ્રની સઝાય’(મુ.), ‘સુવચનકુવચનફલ-સઝાય’- એ કૃતિઓ મળે છે. તેમાં સ્થૂલિભદ્ર-સઝાય’ અને ‘માણકમુનિની સઝાય’ ના કર્તા લબ્ધિવિજ્ય હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા લબ્ધિ-છે તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. નસ્વાધ્યાય; ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. મોસસંગ્રહ; ૬. વર્ધમાન તપ પદ્યાવળી, પ્ર. શાન્તિલાલ હરગોવિંદદાસ, ઈ.૧૯૨૬; ૭. શ્રી નવપદ મહાત્મ્ય ગર્ભિત ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ નવાબ, ઈ.૧૯૬૧; ૮. સજઝાયમાલા : ૧-૨(જા); ૧૦. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ર.ર.દ.]