ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિજ્ય
લબ્ધિવિજ્ય : આ નામે ‘સનતકુમારચક્રી-રાસ’ (ર.ઈ.૧૮૧૯), ૧૮ કડીની ‘અર્હન્નકઋષિની સઝાય’(મુ.) ૫૬ કડીની ‘ક્ષમા-પંચાવની’ (લે.સં.૧૮-૧૯મી સદી અનુ.), ૩૨ કડીનું ‘ચંદનબાલા-ગીત/સઝાય’(મુ.), ૨૩ કડીની ‘દેવકી સાતપુત્ર-સઝાય’, ૨૨ કડીનો ‘નેમિ-ફાગ’ (મુ.), ૪૨ કડીનું ‘તીર્થંકરવરસીદાન-સ્તવન’, ૧૬ કડીની ‘નંદિષેણ સઝાય’, ૨૦ કડીની ‘વયરસ્વામી-સઝાય’, ૧૩ કડીની ‘શાલિભદ્ર-સઝાય’, ૩૭ કડીની ‘ઝાંઝરિયા મુનિની સઝાય’ (મુ.), ૪ કડીની ‘બીજની સ્તુતિ’(મુ.), ૭ કડીની ‘દીવાની સઝાય’(મુ.), ૭ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૫ કડીનું ‘આધ્યાત્મિક-ગીત’, ૨૯ કડીની ‘ભરતબાહુબલિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘પાંચ દૃષ્ટાંત-સઝાય’, ૮ કડીની ‘અષ્ટમહાસિદ્ધિ-સઝાય’ (લે.સં.૧૯૧૩), ૭ કડીની ‘વીસસ્થાનક-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.), વ્યક્તિવિષયક ૩ સઝાયો-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા લબ્ધિવિજ્ય છે તે કહેવું મુશ્કેલ છે. એમાં ‘અર્હન્નકમુનિ-સઝાય’ ને ‘લીંબડીના જૈનજ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર’ લબ્ધિહર્ષની ગણે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ (ન); ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. સઝાયમાલા(શ્રા); ૬. સસન્મિત્ર(ઝ); ૭. સ્નાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]