ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભવર્ધન-લલચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાભવર્ધન/લલચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ.સાધુરંગની પરંપરામાં શાંતિહર્ષના શિષ્ય. ‘ઉપપદી’ (ર.ઈ.૧૬૫૫), ‘વિક્રમ/૯૦૦ કન્યા/ખાપરાચોર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, મહા સુદ ૧૩, બુધવાર), ૨૯ ઢાલ અને ૬૧૯ કડીની ‘લીલાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, કારતક સુદ ૧૪), ૫૯૪ કડીની ‘ખાપરાચોરની ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, ભાદરવા સુદ ૧૧), ‘પંચદંડ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, ફાગણ-), ‘ભાષાલીલાવતી-ગણિત’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬ અસાડ વદ-), ૮૯ ઢાલ અને ૫૨૬ કડીની ‘ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૮૬), ‘સ્વરોદયભાષા’ (ર.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, ભાદરવા સુદ-), ૧૫૦ ઢાળ અને ૨૭૫૧ કડીની ‘પાંડવચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૧), ૫૬૪ કડીની ‘શુકનદીપિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૩ કડીની ‘નવપદ દ્રૂપદ’ અને ૭ કડીના ‘સીમંધર જિનસ્તવન’ના કર્તા. ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર’માં લાલચંદને નામે નોંધાયેલો ‘મલયસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૮૭) રચનાસમય જોતાં પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. ‘ખાપરાચોરની ચોપાઈ’ અને ‘વિક્રમ-ચોપાઈ’ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ફેબ્રુ. માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદજી નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. રાહસૂચી : ૧, ૨; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]