ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાભવિજ્ય : આ નામે ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦), ૧૨ કડીની ‘અપરવાર-સઝાય’ અને ૪ કડીની ‘મૌન અગિયારસની સ્તુતિ(મુ.), ‘રોહિણીની સ્તુતિ એ કૃતિઓ મળે છે. ‘સુદર્શનશ્રેષ્ઠિ સઝાય’ના કર્તા લાભવિજ્ય-૧ હોવાની શક્યતા છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અનુસાર વિનયકુશલકૃત ‘મંગલ-પ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬), હેમવિજ્યકૃત ‘ઋષભ-શતક’ (ર.ઈ.૧૬૦૦) અને દેવવિજ્યકૃત ‘જિન-સહસ્ત્રનામ’ અને તેની ‘સુબોધિકા’ (ર.ઈ.૧૬૪૨) નામની ટીકા લાભવિજ્યગણિ દ્વારા સંશોધાઈ હતી. આ બધી કૃતિઓના કર્તા કયા લાભવિજ્ય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. દેસ્તસંગ્રહ. સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]