ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસ્તો-૪ [ઈ.૧૭૮૦માં હયાત] : સ્થાનકવાસી વણિક શ્રાવક. વઢવાણના વતની. રાણપુરમાં ખેતી કરતા હતા તે ગાળામાં વૈરાગ્ય જાગ્યો તેથી દીક્ષા લીધી અને તપસ્વી તરીકે પંકાયા. ‘જુઠા તાપસીનો શલોકો’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, ભાદરવા સુદ ૧૦, રવિવાર; *મુ.)ના કર્તા. કૃતિ : *જુઠા તાપસીનો શલોકો, પ્ર. નેમચંદ સ. દોશી, સં. ૧૯૮૬. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]