ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસુદેવાનંદ સ્વામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાસુદેવાનંદ(સ્વામી)[જ.ઈ.૧૭૫૯-અવ.ઈ.૧૮૬૪/સં.૧૯૨૦, કારતક વદ ૧૩] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. જ્ઞાતિએ ત્રવાડી મેવાડા બ્રાહ્મણ. તેમણે શ્રીહરિ પાસે દીક્ષા લીધી હતી.દીક્ષાનામ વાસુદેવાનંદ. તેમણે ગુજરાતીમાં ‘નામમાળા’, ‘હરિચરિત્રચિંતામણિ’, પદો (૧ મુ.) તથા સંસ્કૃત કૃતિ ‘સત્સંગિભૂષણ’(મુ.)નો અનુવાદ કર્યો છે. સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’(મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. શિક્ષાપત્રી, પંચરત્ન, નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ.૧૯૩૫; ૩. સત્સંગિભૂષણ-વાસુદેવાનંદસ્વામીકૃત (સંસ્કૃત પરથી અનુવાદ), પ્ર. માધવલાલ દ. કોઠારી, સં. ૧૯૯૪. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામીનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.); ૫. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯.[કી.જો.]