ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યતિલક ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યતિલક(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૮ સુધીમાં] : જૈન સાધુ. વિનયપ્રભના શિષ્ય. ૨૧/૪૧ કડીના અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ‘જીવવિચારગર્ભિત-શત્રુંજયમંડન-ઋષભજિન-સ્તોત્ર/શત્રુંજયમંડન આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૫૮) તથા ૨૫ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. ‘શત્રુંજય-પરિપાટી’માં નામછાપ નથી મળતી, પરંતુ એ કૃતિ આ કવિની હોય એવી સંભાવના વ્યક્ત થઈ છે. ‘શત્રુંજયમંડન-આદિનાથ-સ્તવન’નો સંસ્કૃતમાં બાલાવબોધ મળે છે તે અને ૩૧ કડીની ‘સીમંધર-વિનંતિ’ (લે.ઈ.૧૫૫૪) પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. આ ઉપરાંત ઈ.૧૩૭૪માં રચાયેલ ‘જંબૂસ્વામી-ફાગ’ના કર્તા વિજ્યતિલક છે કે રાજતિલક છે કે તે અજ્ઞાતકર્તૃક છે તે વિશે મતભેદ પ્રવર્તે છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ ડિસે. ૧૯૪૬-‘પંદરમા સૈકાની શત્રુંજયચૈત્ય-પરિપાટી’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા; ૩. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૯૬૨-‘જંબૂસ્વામી-ફાગ’ના રચયિતા રાજતિલકસૂરી’ વી. જે ચોક્સી; ૪. એજન, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]