ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ્ર-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિનયચંદ્ર-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[ર.ર.દ.]