ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયશેખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયશેખર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વહસ્તલિખિત પ્રત), ‘શાંતિમૃગસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, શ્રાવણ સુદ ૧૩, રવિવાર), ‘રત્નકુમાર-રાસ’ તથા ૨ કડનું ‘ધર્મમૂર્તિસૂરિ-ગીત’ (સ્વહસ્તલિખિતપ્રત)-એ કૃતિઓના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’એ ભૂલથી કર્તાનામ વિજ્યશેખર મૂક્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]