ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશાલસુંદરશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશાલસુંદરશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘ગૈતમ-ભાસ’, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી’ (મુ.), ૧૩ કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર’(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિશતજિનનામગ્રહ-સ્તોત્ર/સત્તરિસયજિન-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી) તથા ૧૩ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’-એ ‘સત્તરિસયજિન-સ્તવન’ વિશાલસુંદરને નામે નોંધી છે, પણ એ ભૂલ છે. કૃતિ : ૧. ઐસમાલા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૩-‘શ્રી વિશાલસુંદરશિષ્ય વિરચિત ‘શ્રી બંભણવાડા મહાવીર-સ્તોત્ર’, સં. જયંતવિજ્યજી; ૩. એજન, જાન્યુ. ૧૯૪૭-‘નાગોર ચૈત્યપરિપાટી’, સં. અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]