ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરબાઈ
Jump to navigation
Jump to search
વીરબાઈ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગનાં વૈષ્ણવ કવયિત્રી. ગોકુલેશ પ્રભુનાં ભક્ત. દક્ષિણમાં આવેલા બાગલાણ પ્રાંતના ધાયતા ગામનાં વતની. પતિનું નામ વિશ્રામભાઈ.ઈ.૧૬૨૯માં તે ગોકુલમાં નિવાસ અર્થે આવ્યાં ત્યારે તેમની વય ૪૫ વર્ષની હોવાનું અનુમાન થયું છે. તેમનો જન્મ ઈ.૧૫૮૪/સં.૧૬૪૦, વૈશાખ સુદ ત્રીજના રોજ થયો હતો એમ મનાય છે. ઈ.૧૬૪૧ પછી થોડા સમયમાં અવસાન. તેમની પાસેથી કેટલાંક પદો મળે છે. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૧-‘ભક્ત કવયિત્રી વીરબાઈ’, ચિમનલાલ વૈદ્ય.[શ્ર.ત્રિ.]