ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિચંદ્ર-ઉપાધ્યાય
શાંતિચંદ્ર(ઉપાધ્યાય) [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]