ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવદાસ-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અમરેલીના વડનગરા નાગર. પિતાનું નામ વેલજી. ૩૪૦ ચંદ્રાવળામાં રચાયેલી ‘બાલચરિત્રના કૃષ્ણાવલા’ (ર.ઈ.૧૮૫૯) અને ૪૫૧ ચંદ્રાવળામાં રચાયેલી ‘ધ્રૂના ધ્રૂવાવળા’ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪.ફૉહનામાવલિ [પ્ર.શા.]