ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવસમુદ્ર-ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવસમુદ્ર(ગણિ) [ઈ.ની ૧૫મી સદીના મધ્યભાગમાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (જ.ઈ.૧૩૭૪-અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ૧૭ કડીના ‘પાર્શ્વનાથજન્માભિષેક’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]