ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસુંદર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીસુંદર-૧ [ઈ.૧૫૮૦/ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં હર્ષવિમલના શિષ્ય. ૨૮૪ કડીનો ‘અગડદત્ત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૧૦ કે ર.ઈ.૧૬૩૬/સં.૧૬૬૬, કારતક-૧૧, શનિવાર), ૧૧ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) તથા અન્ય કેટલીક નાનીમોટી કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]