સંઘો/સંઘ [ઈ.૧૬૭૦માં હયાત] : જૈન. ૧૨ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (ર.ઈ.૧૬૭૦; મુ.) તથા ૨૫ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. લૉંપ્રપ્રકરણ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]