સમયહર્ષ(ગણિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ૯ કડીના ‘વાચનાચાર્ય સુખસાગર-ગીતમ્’(મુ.)ના કર્તા. સુખસાગરનો હયાતીકાળ ઈ.૧૬૬૯ મળે છે તેથી આ સમય દરમ્યાન કવિ સમયહર્ષ હયાત હશે.