ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સવો
Jump to navigation
Jump to search
સવો [ ] : જાતે તૂરી. સિદ્ધપુર તાલુકાના બ્રાહ્મણવાડા ગામે આ કવિ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું અનુમાન છે. લોકરંજન અને લોકભવાઈ અર્થે દૂરદૂર ફરતા હશે તેવી સંભાવના છે. કટાક્ષમય વાણીમાં સનાતન સત્ય અને સમાજના સાચા ચિત્રનું આલેખન કરતા છપ્પા પ્રકારનાં પદ (કેટલાંક મુ.)ના કર્તા. ‘ફૂલગરશિષ્ય’ના નિર્દેશવાળાં ૩ ભજન સવોને નામે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [શ્ર.ત્રિ.]