ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુમેરુ ગણિ પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુમેરુ(ગણિ)(પંડિત) [ઈ.૧૪૪૫માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. હેમરત્નસૂરિના શિષ્ય. ૬૦૧/૬૦૯ કડીના જીવદયા અંગેનું નિરૂપણ કરતા ‘પુણ્યસારકુમાર-રાસ/પુણ્યસારચરિત્ર-પ્રબંધ/ચોપાઈબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, પોષ વદ ૧૧, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]