ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહકુલ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિંહકુલ-૧ [ઈ.૧૪૯૪માં હયાત] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિના શિષ્ય. ‘મુનિપતિરાજર્ષિ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈશાખ વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]