ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુજ્ઞાનસાગર-૨


સુજ્ઞાનસાગર-૨ [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪) અને ૫ કડીનું ‘વીર-સ્તવન’ એ કૃતિઓના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કા.શા.]