ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌજન્યસુંદર


સૌજન્યસુંદર [ઈ.૧૭૬૨માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. રતિસુંદરની પરંપરામાં માન્યસુંદરના શિષ્ય. ‘દ્રુપદિ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૨/સં.૧૮૧૮, ભાદરવા સુદ ૮, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ ૩(૧).
[ર.ર.દ.]