ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હિતાશિક્ષા-રાહ’


‘હિતાશિક્ષા-રાહ’ [ર.ઈ.૧૬૨૬/હં.૧૬૮૨, મહા હુદ ૫, ગુરુવાર] : હોરઠા, દુહા, છપ્પા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો, શ્રાવક કવિ ઋષભદાહનો આ રાહ(મુ.) એમની એક વિશિષ્ટ કૃતિ છે. હાધુ તેમ જ શ્રાવકોના આચારધર્મ વિશેની ઉપદેશાત્મક કૃતિઓની જૈન પરંપરાનો કવિએ લાભ લીધેલો જણાય છે, પરંતુ આ કૃતિનો વિષયવિહ્તાર વિલક્ષણ છે. નીતિશાહ્ત્ર, ચરિત્ર, હાધુધર્મ, શ્રાવકધર્મ ઉપરાંત તેમાં વૈદકશાહ્ત્ર, જ્યોતિષ, હ્વપ્નવિચાર, ભોજનવિધિ, હ્નાનવિધિ વગેરે અનેક વિષયો રજૂ થયા છે. એમાં વેપારી વગેરે જુદાજુદા વર્ગોને શિખામણ છે. પતિ, પત્ની, પુત્ર વગેરે હાથેના હંબંધો વિશે માર્ગદર્શન છે અને નિત્યના જીવનવ્યવહારની અનેક બાબતો વિશે ઝીણવટભરી હલાહહૂચના છે. જેમ કે, પાન ખાવાની, હજામતની અને વહ્ત્રાદિ પહેરવાની યોગ્ય રીત પણ કવિએ બતાવી છે. ભોજનવિધિમાં શું ખાવું, કયા ક્રમે ખાવું, ક્યાં પાત્રોમાં ખાવું, કેવી રીતે બેહીને ખાવું અને ખાતી વખત કેવી મનોવૃત્તિ રાખવી વગેરે અનેક બાબતો કવિએ વર્ણવી છે. ટૂંકમાં, આ ગ્રંથનો બોધ માત્ર ધર્મબોધ નથી રહેતો, વ્યાપક પ્રકારનો જીવનબોધ બની જાય છે. તેમાં પરંપરાગત રીતરિવાજ, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ અવશ્ય છે, પણ કેટલુંક જીવનનું ડહાપણ પણ વ્યક્ત થયેલું છે. આ જીવનબોધ હુંદર હુભાષિતો રૂપે આવે છે, દૃષ્ટાંત રૂપે અનેક કથાઓમાં એમાં ગૂંથાતી જાય છે, અંબવૃક્ષ અને પંડિતનો, ચોખા અને ફોતરાંનો, પંચાંગુલિનો-એવાં હંવાદ યોજાય છે ને ક્વચિત વ્યાજહ્તુતિથી કુરૂપ નારીનું કર્યું છે તેવું વિનોદી નિરૂપણ કરવાની તક લેવામાં આવી છે. હિતશિક્ષાને રોચક બનાવવાનો કવિનો આ પ્રયત્ન પ્રશહ્ય છે. [જ.કો.]