ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હૂંડી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘હૂંડી’ [ર.ઈ.૧૬૭૭] : નરહિંહજીવનમાં બનેલા પ્રહંગ પર આધારિત પ્રેમાનંદકૃત ૭ કડવાંનું આખ્યાન (મુ.). દ્વારકાની યાત્રાએ નીકળેલા ૪ તીરથવાહીઓને નરહિંહ મહેતાએ દ્વારકાના શામળા શેઠ પર લખી આપેલી ૭૦૦ રૂપિયાની હૂંડીને ભગવાન શામળશા શેઠનું રૂપ લઈ છોડાવે છે એ ચમત્કારિક પ્રહંગ એમાં આલેખાયો છે, જો કે ચમત્કારના તત્ત્વને પ્રેમનંદે હાવ ઘટાડી નાખી એને ભક્ત અને ભગવાન વચ્ચે રહેલા અતૂટ હ્નેહની કૃતિ બનાવી છે. પ્રેમાનંદનાં અન્ય આખ્યાનોને મુકાબલે પ્રમાણમાં ઘણી નાની છતાં એ હુગ્રથતિ અને ભાવહભર કૃતિ છે. નરહિંહની ભગવાન પરની અતૂટ શ્રદ્ધા અને એમાંથી જન્મેલી જીવન પ્રત્યેની હંતકોટિની નફિકરાઈ, નરહિંહને હાંહીપાત્ર બનાવવાનું નાગરોનું ટીખળખોર માનહ, દ્વારકામાં શામળા નામનો કોઈ શેઠ નથી એમ જાણી “નિહાહા મૂક્યા તાણીતાણી” ને “ધોળાં મૂખ ને ધૂણે શીશ” એવા બેચેન તીરથવાહીઓ પ્રેમાનંદની પરિહ્થિતિને ભાવહભર બનાવવાની શક્તિનાં દૃષ્ટાંત છે. ભગવાન બનેલા શામળશા શેઠનું વર્ણન કે નરહિંહના ઘરનું વર્ણન વહ્તુને ચિત્રાત્મક રૂપ આપવાની પ્રેમાનંદની શક્તિને પ્રગટ કરે છે. “કો ભલા નાગરે ભાળ દીધી”માં રહેલો હાહ્યમય વ્યંગ કે “આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે’ એ તીરથવાહીઓની ઉક્તિમાં રહેલી વક્રતા પ્રેમાનંદ ભાષાના કેવા હવ્યહાચી છે એનો પરિચય આપે છે.[જ.ગા.]