ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતસ્ફુરણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંત :સ્ફુરણા (Intuition) : બુદ્ધિ દ્વારા મેળવેલો સંપ્રત્યયાત્મક તાકિર્ક બોધ અને કલ્પના દ્વારા મેળવેલો કલ્પનયુક્ત અંત :સ્ફુરિત સહજબોધ આ બેમાં તર્કપ્રક્રિયા વિના સહજ પ્રજ્ઞાથી જે પ્રાપ્ત થાય છે એનું મૂલ્ય સર્જકતાના સંદર્ભમાં ધ્યાનમાં લેવાય છે. કેટલાક વિચારકોએ કાવ્યાભિવ્યક્તિમાં એટલે જ અંત :સ્ફુરણાનું મહત્ત્વ દર્શાવ્યું છે. કાન્ટ, બર્ગસોં શોપન હાવર, ટી.ઈ. હ્યૂમ વગેરેએ પણ શુદ્ધ અંત :સ્ફુરણા તરીકે કવિતાનો વિચાર કર્યો છે. ક્રોચેની કલાવિચારણામાં અંત :સ્ફુરણા ચિત્તસંસ્કારોની સક્રિય અભિવ્યક્તિ છે. ક્રોચેને મતે કલા એ બીજું કાંઈ નથી પણ સંસ્કારોની ચિત્તસ્થ અભિવ્યક્તિ કે અંત :સ્ફુરણા છે. ચં.ટો.