ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિઅનુવાદ


અતિઅનુવાદ(Over translation) : લક્ષ્યભાષામાં આવશ્યક નથી એવાં લક્ષણોને પણ સંક્રમિત કરવાનો જેમાં પ્રયત્ન થયો હોય એવો અનુવાદ. જેમકે મસિયાઈ બહેન માટે અંગ્રેજીમાં My female cousin on mother’s side જેવું ભાષાન્તર કરવામાં આવે. અહીં અંગ્રેજી ભાષામાં માત્ર My cousin જ પૂરતું છે. ચં.ટો.