ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહંપરક ભવિષ્યવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અહંપરક ભવિષ્યવાદ (Ego-futurism) : પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રચારમાં આવેલી વીસમી સદીની રશિયન કવિતાની એક ટૂંકી ચળવળ. સાહિત્યમાં સ્થાપિત પ્રણાલિઓનો વિરોધ અને મુખર રીતે ‘હું’પદનો વિનિયોગ કરતી આ કવિતા રશિયન ભવિષ્યવાદી કવિતાથી જુદા પ્રકારની છે. ઇગોર સેવેર્યાનિન (૧૮૮૭-૧૯૪૨) આ કવિતાના પ્રણેતા હતા. ચં.ટો.