ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આંતરકણ (Etymon) : પ્રત્યેક કૃતિ આંતરિક રીતે પૂર્ણપણે સંયોજિત છે, કૃતિની આ આંતરસંયોજનાને લીઓ સ્પિટ્સર વ્યુત્પત્તિશાસ્ત્રમાંથી વિચાર ખેંચી લાવીને કૃતિના આંતરકણ તરીકે ઓળખાવે છે. સ્પિટ્સરનું માનવું છે કે ઘણાં વાચન પછી કોઈ સહજાનુભૂતિની ક્ષણે ભાવકને કૃતિનો આ આંતકરણ હાથ ચડે છે. આ આંતરકણ વિના કૃતિ અંગેની થોડીઘણી પણ સમજ સાધવી મુશ્કેલ બને છે. ચં.ટો.