ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદિમતાવાદ
Jump to navigation
Jump to search
આદિમતાવાદ (Primitivism) : સમાજમાં પ્રવર્તમાન ધોરણોથી ઓછા નાગરિક અને ઓછા આધુનિક ધોરણની પસંદગી કરનાર વાદ. આ વાદ પોતાની જીવનશૈલીનું પ્રતિમાન દૂરના ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી સંસ્કૃતિમાં કે જુનવાણી ગણાતી સંસ્કૃતિની જીવનશૈલીમાં શોધે છે. મોટાભાગના દેશોના સાહિત્યમાં આદિમતાવાદી તત્ત્વ જોવા મળે છે.
પ.ના.